HomeGujaratમોરબીના નાગડાવાસ ગામના પાટીયા નજીક ટ્રકમાંથી 48 વિદેશી દારૂની બોટલ અને 144...

મોરબીના નાગડાવાસ ગામના પાટીયા નજીક ટ્રકમાંથી 48 વિદેશી દારૂની બોટલ અને 144 બિયરના ટીનનો જથ્થો મળ્યો 

મોરબી માળિયા હાઈવે રોડ પર નાગડાવાસ ગામના પાટીયા નજીક રોડ પર ટ્રકમાંથી વિદેશી દારૂ/બીયરના કિં.રૂ.1,14,720 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.11,24,720 ના મુદ્દામાલ સાથે એક શખ્સને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબી માળિયા હાઈવે રોડ પર નાગડાવાસ ગામના પાટીયા નજીક રોડ પર ટ્રકમાં તલાશી લેતાં ટ્રકમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 48 બોટલ તથા 144 બીયર ટીનની કુલ કિં.રૂ.1,14,720 તથા 10 હજારની કિંમતના 2 મોબાઇલ અને 10 લાખની કિંમતનો ટ્રક મળી કુલ કિં.રૂ.11,24,720 ના મુદ્દામાલ સાથે આરોપી સાજનસિંગ ઉર્ફે કાળુસિંગ કાઠાત (ઉ.વ.30) રહે. રાજસ્થાનવાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular