HomeGujaratમોરબીમાં બાઇક ચોરીનો સિલસિલો યથાવત; હવે સરકારી હોસ્પિટલમાંથી આધેડનું બાઈક ચોરી થયું

મોરબીમાં બાઇક ચોરીનો સિલસિલો યથાવત; હવે સરકારી હોસ્પિટલમાંથી આધેડનું બાઈક ચોરી થયું

મોરબીના સરકારી દવાખાનાના મુખ્ય ગેટના પિલર પાસેથી આધેડનું બાઈક કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના પંચાસર રોડ પર આવેલા રાજનગર સોસાયટીમાં હનુમાનજી મંદિરની બાજુમાં રહેતા મનિષભાઇ પ્રહલાદભાઈ ભટ્ટ (ઉ.વ.47) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, સરકારી દવાખાનામાં પાર્ક કરેલું ફરીયાદીનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક જેની કિંમત રૂ.20 હજાર થાય છે તે અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular