HomeGujaratમોરબીમાંથી બાઈકની ચોરી કરનારો આરોપી ખાખરેચી દરવાજા પાસેથી ઝડપાયો 

મોરબીમાંથી બાઈકની ચોરી કરનારો આરોપી ખાખરેચી દરવાજા પાસેથી ઝડપાયો 

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મોટરસાયકલ ચોરીના ગુનાઓ ડીટેકટ કરી મોરબીના ખાખરેચી દરવાજા પાસેથી ચોરાવ બે મોટરસાયકલ સાથે એક શખ્સને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી બાતમી મળી હતી કે, મોરબી મચ્છુ નદીના બેઠા પુલ પાસે આવેલ ખાખરેચી દરવાજા પાસેથી એક શખ્સ હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે નીકળવાનો છે ત્યારે શંકાસ્પદ મળી આવેલા આ આરોપીને પાસે રહેલી સ્પ્લેન્ડર મોટર સાયકલ બાબતે ઈસમની પુછપરછ કરતા પોતે આ મોટર સાયકલ તથા બીજુ એક ડ્રીમયુગા મોટર સાયકલ તેને મોરબીમાંથી ચોરી કર્યું હોય અને બન્ને મોટર સાયકલ તેની પાસે હોય જેથી આ તેની પાસે રહેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ તથા બીજુ ચોરેલ મોટર સાયકલ ડ્રીમ યુગા મોટર સાયકલ બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ બન્ને મો.સા. જે મોરબી સીટી એ ડીવીઝન વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું જણાયેલ અને તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૮૧(૧) તથા જી.પી. એક્ટ કલમ ૧૨૨(સી) તથા બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હાઓ રજીસ્ટર થયેલ હોય જેથી આરોપી પાસેથી મળી આવેલ બન્ને મોટરસાયકલ કબજે કરી પકડાયેલા મુસ્તાકભાઇ અબ્દુલભાઇ ચાનીયા રહે. મોરબી કાલીકા પ્લોટ તા.જી. મોરબીવાળાને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular