Monday, May 4, 2026
HomeGujaratમોરબીના વેલનેસ સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાઈ

મોરબીના વેલનેસ સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement

મોરબીના શનાળા રોડ પર દરીયાલલ સ્કેવરમા બીજા માળે આવેલા વેલનેસ સ્પાના સંચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સ્પામાં કામ કરતા વર્કરોના બાયોડેટાની નોંધણી વગર સ્પા ચલાવતા સ્પાના સંચાલક સંચાલકની અટકાયત કરી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન જાહેરનામા ભંગ અંગેની તપાસ કામગીરીમાં મોરબીના શનાળા રોડ પર આવેલા દરીયાલાલ સ્કવેરમા બીજા માળે આવેલ શોપ નં -107,108 માં આવેલ વેલનેસ સ્પામાં તપાસ હાથ ધરી હતી. જ્યાં સ્પામાં કામ કરતી વર્કરોના બાયોડેટાની નોંધણી પોલીસ સ્ટેશનમાં નહીં કરી હોવાનું સામે આવતા તુરંત જ સ્પાના સંચાલક હિતેન્દ્ર ઉર્ફે કાનો પ્રવિણભાઇ રાણપરા (ઉ.વ.39) રહે. શનાળા રોડ હાઉસીંગ બોર્ડ મોરબી 1 વાળાની અટક કરી આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular