HomeGujaratમોરબી રાજપર રોડ પર વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા...

મોરબી રાજપર રોડ પર વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા યુવકનું ગંભીર મોત 

મોરબી – રાજપર રોડ પર આવેલા રામાપીરના મંદિર સામે વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા તેનો પાઈપ માથામાં લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, મૂળ બિહારના વતની અને હાલ મોરબી રાજપર રોડ પર આવેલા રામાપીરના મંદિર સામે આવેલ વિઝન કારખાને રૂમમાં રહેતા અને મજુરી કામ કરતા રમેશરામ મોશાફિરરામ (ઉ.વ.40) નામનો યુવક મજુરી કામ કરતો હોય જ્યાં મશીન ચેન કપાથી બોલેરો પીકમાં ભરતા હોય ત્યારે ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા યુવકના માથામાં લાગતા મુંઢ ગંભીર ઇજાઓ થતા 108 મારફતે બે ભાન હાલતમાં પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાથી વધુ સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular