HomeGujaratમોરબીના ભરતપુર રોડ પર ટ્રેઈલર ચાલકે હડફેટે લેતા બાઇક ચાલકનું મોત, એક...

મોરબીના ભરતપુર રોડ પર ટ્રેઈલર ચાલકે હડફેટે લેતા બાઇક ચાલકનું મોત, એક ઇજાગ્રસ્ત

મોરબીના ભરતપુર રોડ પર બે દિવસ પૂર્વે ડબલ સવારી બાઈક લઈને જઈ રહેલા પરપ્રાંતીય શ્રમિકને ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતા એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થયો હતો.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મોરબી-ભરતનગર રોડ પર હરિપર કેરાળા ગામના પાટિયા પાસે ગત તા.29ના રોજ બાઈક લઈને જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની બેટુભાઈ સુરેશભાઈ પારધી અને વીરેન્દ્ર હીરાલાલ સેનના બાઈકને ટ્રેઇલર ચાલકે પાછળથી ટક્કર મારતા બેટુભાઈ પારઘીનું ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી વિરેન્દ્રભાઈને ઈજાઓ પહોંચી હોય ટ્રેઇલર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

Most Popular