Tuesday, May 5, 2026
HomeGujaratમોરબી ધક્કાવાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક માધ્યમિક શાળામાં 10 હજાર ફુલસ્કેપ...

મોરબી ધક્કાવાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક માધ્યમિક શાળામાં 10 હજાર ફુલસ્કેપ વિતરણ 

Advertisement
Advertisement

મોરબીના ધક્કાવાળી મેલડી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી 10 હજાર ફુલસકેપ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના રેલવે સ્ટેશન નજીક આવેલા ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે રાહતદરે દવાખાનું, ફ્રી દવા ગાયોને દરરોજ પચાસ મણ લીલું ઘાસ, દર મહિને પક્ષીઓ માટે દશ મન ચણ, દર રવિવાર, મંગળવારે સવા મણ લાપસી, ગુંદી ગાંઠિયાનો પ્રસાદ, દર વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન સેવાકીય પ્રકલ્પોનું આયોજન કરવામાં આવે છે. એ મુજબ આ ટ્રસ્ટ દ્વારા પીએમ માધાપરવાડી કન્યા શાળા, માધાપરવાડી કુમાર શાળા, તાલુકા શાળા નં.1, બુનિયાદી કન્યા શાળા, ગિબશન મિડલ સ્કૂલ, પ્રાયોગિક શાળા, મોરબીની શાન સમી વી.સી.હાઈસ્કૂલ પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી દસ હજાર ફૂલસ્કેપ બુક વિતરણ કરવામાં આવેલ છે, ઘનુભા જાડેજા પ્રમુખ, વિનુભાઈ ડાંગર ઉપપ્રમુખ શૈલેષભાઇ જાની ખજાનચી, ધીરુભા જાડેજા મંત્રી, કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાંણદિયા, ભાવેશકુમાર મહેતા નરેન્દ્રસિંહ રાણા,દિગુભા જાડેજા ગજુભા ચુડાસમા વગેરે ટ્રષ્ટિ મંડળ તેમજ તમામ કાર્યકર્તાઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી. ફૂલસ્કેપ વિતરણનું વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ- મોરબીએ કર્યું હતું.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular