Tuesday, May 5, 2026
HomeGujaratમાળિયા પોલીસે સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં 8 વર્ષથી નાસતો ફરતો આરોપી વડોદરાથી ઝડપાયો

માળિયા પોલીસે સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં 8 વર્ષથી નાસતો ફરતો આરોપી વડોદરાથી ઝડપાયો

Advertisement
Advertisement

માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરા જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળી હતી કે, માળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી કમલસિંહ ભાનુસિંહ યાદવ રહે.પલ્હાવાસ બી.એસ.એન.ટાવરની બાજુમાં તા.જી.રેવારી (હરીયાણા) વાળો હાલે વડોદરા જિલ્લાના અમદાવાદ-મુંબઇ હાઇવે પર મહાદેવ હોટલ ખાતે આવેલ હોવાની બાતમી મળતા તે જગ્યાએ તપાસ કરતા પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો શખ્સ મળી આવતા આરોપીને માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે લાવી બી.અને.એન.એસ. કલમ ૩૫(૨)જે મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular