HomeGujaratમોરબીમાં હવે વરસાદી પાણી ભરાવાની ઝંઝટ મટી, 76 કરોડના સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટને...

મોરબીમાં હવે વરસાદી પાણી ભરાવાની ઝંઝટ મટી, 76 કરોડના સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટને સરકારની લીલી ઝંડી

મોરબીના જુદા જુદા નીંચાણવાળા વિસ્તારો લાયન્સ નગર, વિસીપરા, અમરેલી વિસ્તાર, રણછોડનગર સહિતના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાતા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

આ દરેક વિસ્તારમાં ઉદ્દભવેલી સમસ્યાને ધ્યાને લઈ તેના કાયમી નિરાકરણ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આ તમામ વિસ્તારોનો સર્વે કરાવીને તેનો પ્રાથમિક DPR તૈયાર કરાવવામાં આવ્યો હતો અને ગત તા.23 એપ્રિલના રોજ દરખાસ્ત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ GUDM (ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન) દ્વારા તા.22 ઓગસ્ટના રોજ 76 કરોડના સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટને મંજુરી આપવામાં આવી છે.

આ નવી યોજના અંતર્ગત નિમ્નલિખિત વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખીને સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે. તેમજ પ્રમુખ વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવશે. જેમાં લાયન્સ નગર મેઈન રોડ, અમરેલી વિસ્તાર, ગુજરાત મેરી ટાઈમ મેઈન રોડ અને મદીના પરા, વિશીપરા, મહેન્દ્રપરા, કન્યા છત્રાલયથી શનાળા રોડ, કન્યા છાત્રાલય થી ધુતારી ડ્રેઈન, નવલખી હાઈવેથી ધુતારી ડ્રેઈન, આલાપ પાર્ક સોસાયટી કમલપાર્ક સોસાયટી પાસે કમલપાર્ક સોસાયટી અને વૃષભનગરનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Most Popular