Tuesday, May 5, 2026
HomeGujaratહવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર આરોપી વિરુદ્ધ SOG ની...

હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર આરોપી વિરુદ્ધ SOG ની કાર્યવાહી

Advertisement
Advertisement

મોરબીમાં લાયસન્સ વાળા હથિયારથી ફાયરીંગ કરી વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરનાર શખ્સ વિરુદ્ધ મોરબી SOG ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

ranvijay.kumar.792 માં તથા ફેસબુક આઈ.ડી. Ranvijay Kumar માં રણવિજય કુમાર નામના શખ્સે હથિયારથી ફાયરીંગ કરતો વિડીયો અપલોડ કર્યો હતો. જેથી SOG ટીમે બાતમીના આધારે આરોપીનું નામ અને સરનામું મેળવી મોરબીના લાલપર ગામની સીમમાં ઇન્કમટેક્સ ઓફીસ પાછળ મળી આવતા તેની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, સ્વાતંત્ર્યદિનના રાષ્ટ્રીય તહેવારની ઉજવણી દરમિયાન ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કર્મચારીઓ/મજુરોને એકત્ર કરી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેથી આ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-2023 તથા આર્મ્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી મોરબી તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular