Tuesday, May 5, 2026
HomeGujaratમોરબી રાજકોટ હાઇવે રોડ પર બોલેરોમાં ક્રૂરતાપૂર્વક ભરીને લઈ જવાતા બે બળદને...

મોરબી રાજકોટ હાઇવે રોડ પર બોલેરોમાં ક્રૂરતાપૂર્વક ભરીને લઈ જવાતા બે બળદને બચાવાયા

Advertisement
Advertisement

મોરબી રાજકોટ હાઇવે રોડ પર વાવડી ચોકડી પાસે રોડ પર બોલેરોમાં ક્રુરતાપૂર્વક બે બળદને ભરીને લઈ જવાતા હોય તેને બચાવી લઈ ચાર આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા વાઘજીભાઇ નાનજીભાઈ તલવાડીયા તથા નાથાભાઈ ઉર્ફે નથુભાઈ તલવાડીયાએ બોલેરો ગાડીમાં બે બળદને રાજેશભાઈ રામાભાઈ બાવરીયાને ત્યાંથી ક્રૂરતાપૂર્વક ભરીને અજાણ્યા શખ્સ પાસે ઉતારવા જતા હોવાથી પશુપ્રેમી હિતરાજસિંહ પરમારે ચાર શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો- ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular