HomeGujaratઅમદાવાથી મોરબી 2.8 કિલો ગાંજાનો જથ્થો લઈ જતો યુપીનો શખ્સ SOG ની...

અમદાવાથી મોરબી 2.8 કિલો ગાંજાનો જથ્થો લઈ જતો યુપીનો શખ્સ SOG ની ગિરફ્તમાં

મોરબી શહેર – જિલ્લામાં યુવાધનને ગાંજા જેવા નશીલા પદાર્થના સેવનની ગર્તામા ધકેલવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.

મોરબી એસઓજી ટીમે અમદાવાદથી ગાંજાનો જથ્થો મોરબી આવી રહ્યો હોવાની બાતમીને આધારે વોચ ગોઠવી મોરબીના મહારાણા સર્કલ પાસેથી ઉત્તરપ્રદેશના શખ્સને 2.8 કિલોગ્રામથી વધુ જથ્થા સાથે ઝડપી લીધો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી એસઓજી ટીમને બાતમી મળી હતી કે, મૂળ ઉતરપ્રદેશનો વતની ગાંજાના જથ્થા સાથે મોરબી આવી રહ્યો છે. જે બાતમીને આધારે મહારાણા પ્રતાપ સર્કલ પાસે વોચ ગોઠવતા આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા (ઉ.વ.29) શખ્સ શંકાસ્પદ રીતે થેલો લઈને નીકળતા પોલીસે અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી 2.885 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 28,850નો ગાંજો કબ્જે કરી આરોપીનો મોબાઈલ સહિત કુલ રૂ.33,850નો મુદ્દામાલ હસ્તગત કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એકટ અન્વયે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular