મોરબીમાં પાટીદાર ગ્રુપ હંમેશા સેવા અને સહકારના કાર્યો કરતું રહ્યું છે. ત્યારે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના અલ્પાબેન કાસુન્દ્રાના પતિ અમિતભાઈના જન્મદિવસના શુભ અવસર પર પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા બાલાશ્રમમાં મેટ્રેસ(ગાદલા)નું વિતરણ કરવામાં આવ્યું છે.
આજના જમાનામાં જન્મદિવસને કેક કાપીને ઉજવવાના બદલે બીજાના જીવનમાં સુખ અને આરામ લાવવાનો પાટીદાર ગ્રુપ દ્વારા નવતર પ્રયત્ન કરવામાં આવ્યો છે.
બાલાશ્રમના બાળકો માટે આ મેટ્રેસો(ગાદલાઓ) માત્ર આરામ જ નહીં, પરંતુ તેમના જીવનમાં પ્રેમ અને સ્નેહનો અહેસાસ છે કારણ કે જ્યારે કોઈ પોતાના ખાસ દિવસે બીજાના સુખ માટે વિચારે છે, ત્યારે એ કાર્ય ખરેખર પૂજ્ય અને પ્રેરણાદાયી બને છે.
આ તકે, આ સેવા કાર્યમાં સહભાગી બનેલી તમામ પાટીદાર બહેનોનો પાટીદાર વુમન્સ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.




