મોરબીમાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે જેના કારણે મોરબીની વી.સી. હાઈસ્કૂલ પાછળની શેરીમાં એક મહાકાય વૃક્ષ ધરાશાઈ થઈ ગયું હતું.
મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા રાત્રિના સમયે આ વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયું હતું. જે નજીકમાં આવેલા ટ્રાન્સફોર્મર પાસે પડતા ટ્રાન્સફોર્મરમાં પણ નુકસાન થયું હતું અને જેના કારણે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જો કે, સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી.




