Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીની રામસેતુ સોસાયટીમાં શુભ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાંથી ગાડી હટાવવા બાબતે ઝઘડો

મોરબીની રામસેતુ સોસાયટીમાં શુભ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાંથી ગાડી હટાવવા બાબતે ઝઘડો

Advertisement
Advertisement

મોરબીના રવાપર ઘુનડા રોડ પર રામસેતુ સોસાયટીમાં શુભ એપાર્ટમેન્ટમાં યુવકના સામેના એપાર્ટમેન્ટમાં રહેતા શખ્સની ગાડી પાર્કિંગમાંથી લેવા બાબતે ગાળો બોલતા જે યુવકે ગાળો આપવાની ના પાડતા યુવક તથા તેની માતાને બે શખ્સોએ લાકડીથી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી રવાપર ઘુનડા રોડ રામસેતુ સોસાયટી સહજાનંદ એપાર્ટમેન્ટ 702 માં રહેતા ભાવીનભાઈ રમેશભાઈ ગડારા (ઉ.વ.32) એ આરોપી સુરેશભાઈ નાનજીભાઈ મીયાત્રા તથા લાલાભાઈ નાનજીભાઈ મીયાત્રા રહે. બંને રવાપર ઘુનડા રોડ રામસેતુ સોસાયટી શુભ એપાર્ટમેન્ટ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના સામેના એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઇની ગાડી પાકિંગમાથી લેવા બાબતે ગાળો બોલતા ગાળો આપવાની ના પાડતા સુરેશભાઈ મીયાત્રાએ ફરીયાદીને માથામાં ઈંટનો ઘા માર્યો હતો અને તેના ઘરેથી તેના ભાઇ લાલાભાઇને બોલાવી તેની માતાને લાકડીથી માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular