HomeGujaratમોરબીમાં સગાઈ તૂટી જતા યુવતીએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

મોરબીમાં સગાઈ તૂટી જતા યુવતીએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

મોરબીમાં મોટી માધાણી શેરી નાની બજાર મેઇન રોડ પર રહેતી યુવતીની સગાઈ તુટી જતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ લેતા યુવતીનું મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીમાં મોટી માધાણી શેરી નાની બજાર મેઇન રોડ પર રહેતા રિયાબેન અભીજીતભાઈ ભટ્ટ (ઉ.વ.22) ની સગાઈ તુટી જતા મનમાં લાગી આવ્યું હતું જેથી પોતાના ઘરે ગળાફાંસો ખાઇ યુવતીએ નાની ઉંમરે જ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

તો આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular