મોરબીના મયુર બ્રીજ પર મહાનગરપાલિકા દ્વારા રાખેલી સેલ્ફી પોઇન્ટ “LOVE MORBI” નુ સ્કલ્પચર તોડી અંદાજીત કિંમત રૂ.2 લાખની જાહેર મીલકતનુ નુકસાન કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના નવલખી રોડ પર શ્રદ્ધા પાર્ક મેઇન રોડ પર રહેતા અને સરકારી નોકરી કરતા સુર્યકાન્તભાઈ કલાપાભાઈ પાટીલ (ઉ.વ.53) એ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ મોરબી મહાનગરપાલીકા દ્વારા મોરબી નટરાજ ફાટક તરફથી વિશી ફાટક તરફ જતા મયુર બ્રીજના મધ્ય ભાગે રાખેલા સેલ્ફી પોઈન્ટ “LOVE MORBI” નામનું 2 લાખની કિંમતનું સ્કલ્પચર તોડી જાહેર મિલકતનું નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

