મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી પાંચ જગ્યાએ સી.સી. રોડના કામો હાલ પ્રગતિ હેઠળ છે. તો શહેરની ટ્રાફિક સમસ્યામાં રાહત થાય તે માટે આ કાર્યને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે.
મોરબીમાં કેસર બાગથી એલ.ઈ.કોલેઝ સુધી રૂ.1.76 કરોડના ખર્ચે નવા સી.સી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં હાલ 350 મીટર WBM વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે. રૂ.58.01 લાખના ખર્ચે ક્રિષ્ના સ્કુલથી એસ.પી.રોડ સુધી સી.સી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં હાલ 100 મીટર WBM વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે. રૂ.57.96 લાખના ખર્ચે ચિત્રકૂટ સોસાયટી શેરી નં-1,2,3 માં સી.સી.રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં હાલ શેરી નં-2 અને 3 માં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અને શેરી નં-1 માં કામ પ્રગતિ હેઠળ છે. રૂ.50.55 લાખના ખર્ચે કેદારીયા હનુમાનથી સેન્ટમેરી ફાટક સુધી સી.સી.રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં હાલ 300 મીટર PCC વર્ક પૂર્ણ ક૨વામાં આવ્યું છે. તેમજ રૂ.18.61 લાખના ખર્ચે ચામુંડાનગર વિસ્તારમાં સી.સી.રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હાલ 100 મીટર PCC વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ તમામ કાર્યો પૂર્ણ થતા શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને નવીન સુવિધા મળશે તેમ સીટી ઈજનેરની યાદીમાં જણાવાયું છે.




