મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર રફાળેશ્વર ગામ પાસે એપેક્ષ હોસ્પિટલ સામે રોડ પર ટ્રેલર – ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવકને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
આ કરુણ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની અને હાલ મોરબીના મકનસર (ગોકુળનગર) નકલંક પાર્ક સોસાયટીમાં રહેતા રવીભાઈ જગદીશભાઇ નારણીયા (ઉ.વ.31) એ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી તેમજ સાથી ખુમાનસીંગ રાઠોડ બન્ને બાઇકમાં જાંબુડીયા ગામથી મકનસર જતા હતા ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રફાળેશ્વર એપેક્ષ હોસ્પીટલ પુરઝડપે જતા ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું, જેમાં બાઇક ચાલકને શરીરે છોલછાલ કરી ગંભીર ઇજા કરી હતી તો પાછળ બેઠેલા સાથી ખુમાનસીંગ રાઠોડને બંન્ને પગમા ગંભીર ઇજાઓ પહોચતા મોત નીપજ્યું હતું, એટલું જ નહીં એક્સીડન્ટ કરી ડમ્પર ચાલક નાશી ગયો હોવાની ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




