HomeGujaratમોરબીની નટરાજ ફાટક નજીકથી ઇંગ્લિશ દારૂની 04 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો 

મોરબીની નટરાજ ફાટક નજીકથી ઇંગ્લિશ દારૂની 04 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો 

મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી નટરાજ ફાટક પાસેથી વિદેશી દારૂની 04 બોટલ જેની કિંમત રૂપિયા 4400 ના મુદામાલ સાથે એક શખ્સને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે પકડી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી નટરાજ ફાટક પાસેથી વિદેશી દારૂની 04 બોટલ જેની કિંમત રૂપિયા 4400 ના મુદામાલ સાથે આરોપી રાજેશભાઈ ગોરધનભાઈ સોલંકી (ઉ.વ.૫૨) રહે. જીવરાજ પાર્ક સોસાયટી સાઇન્સ કોલેઝ પાછળ મફતીયા પરા મોરબીવાળા ને પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65(એ)(એ),116(બી) મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular