HomeGujaratમોરબીના કેનાલ રોડ ઉપર આઇસરે હડફેટે લેતા યુવાનને ઈજા

મોરબીના કેનાલ રોડ ઉપર આઇસરે હડફેટે લેતા યુવાનને ઈજા

મોરબીમાં ટ્રકો અને આઇસરો માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે જેના કારણે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે મોરબીના કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ સામે મહાશક્તિ પાનની દુકાન પાસે રોડ ઉપર આઇસરે હડફેટે લઈ યુવકને ઈજા પહોંચાડી હોવાથી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ નવજીવન સ્કૂલની સામે બુટાની વાડીમાં રહેતા નવિનભાઇ ભગવાનજીભાઈ પરમાર (ઉ.વ.૩૨) એ આરોપી આઇસર રજીસ્ટર નંબર જીજે-૧૪-જેડ-૦૯૫૩ વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ આઇસર જેના રજીસ્ટર નં.GJ- 14-Z-0953 વાળુ પુરઝડપે અને ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેફિકરાઇથી ફરીયાદીને હડફેટે લઇ ફરીયાદીને છાતીના ભાગે છાતીના ભાગે ફેકચર જેવી ઇજા તેમજ ફેફસામા ઇજા પહોચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular