Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના જુના ઘુંટુ રોડ પર કારખાનામાં પત્નીની હત્યા કરનાર પતિ વિરુદ્ધ ગુન્હો...

મોરબીના જુના ઘુંટુ રોડ પર કારખાનામાં પત્નીની હત્યા કરનાર પતિ વિરુદ્ધ ગુન્હો દાખલ  

Advertisement
Advertisement

મોરબીના  ઘુંટુ રોડ પર આવેલ આઇકોન સિરામિકમા ચારીત્ર બાબતે ખોટી શંકા કુશંકા કયી પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ મોરબીના ઉંચી માંડલ મેગાસીટી સીરામીક ક્વાર્ટરમા રહેતા પહેલવાન ટનટયાભાઈ બારેલા (ઉ.વ.૪૧) એ આરોપી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ કુકરયાભાઈ બારેલા રહે. સખતપુર મધ્યપ્રદેશવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ફઇ ના દિકરી બિંદાબેન ને તેના પતિએ ચારીત્ર બાબતે ખોટી શંકા કુંશકા કરી કોઇ હથીયાર ના માથામા તથા મોઢા પર ઘા મારી હત્યા નિપજાવી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બી.એન.એસ.કલમ ૧૦૩(૧) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular