મોરબીના સ્ટેશન રોડ પર કુંભાર શેરીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૦૧ બોટ તથા ૦૮ બીયર ટીન મળી કુલ કિં રૂ. ૧૧૭૫ નોં મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન રેઇડ કરતા મોરબીના સ્ટેશન રોડ ઉપર કુંભાર શેરીમાં રહેતા આરોપી રાકેશભાઈ દામજીભાઈ પાદરેશા એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ- ૦૧ કિં રૂ.૩૭૫ તથા બીયર ટીન નંગ -૦૮ કિં રૂ. ૮૦૦ મળી કુલ કિં રૂ. ૧૧૭૫ નો મુદામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




