HomeGujaratસિરામિક નગરી મોરબીમાં ઇન્કમટેક્સના દરોડા, ઉદ્યોગકારો અને બિલ્ડરોમાં દોડધામ

સિરામિક નગરી મોરબીમાં ઇન્કમટેક્સના દરોડા, ઉદ્યોગકારો અને બિલ્ડરોમાં દોડધામ

સિરામિક નગરી મોરબીમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સના દરોડા પાડ્યા દોડધામ મચી ગઈ છે.

રાજકોટ ઈન્કમટેક્સ દ્વારા શરૂ કરવામાં આવેલા મેગા ઓપરેશનમાં 250થી વધુ અધિકારીઓ જોડાયા છે અને સિરામિક ઉદ્યોગપતિ ઉપરાંત બિલ્ડર તેમજ અન્ય મોટા માથાઓને ત્યાં 40 સ્થળોએ તપાસ ચાલુ કરવામાં આવી છે.

ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, મંગળવારે વહેલી સવારથી મોરબીના જાણીતા લેવીસ સિરામિક ગ્રુપ પર રાજકોટ ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડયા છે.

ઈન્કમટેક્સના આ દરોડામા 40 સ્થળોએ તપાસ ચાલુ હોવાનું અને 250 જેટલા અધિકારીઓ દ્વારા સર્ચ શરૂ ક૨વામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વધુમાં ઈન્કમટેક્સના આ દરોડામાં મોરબીના મોટા ગજાના બિલ્ડર તેમજ જમીનના ધંધાર્થીને ત્યાં પણ તપાસનો દો લંબાયો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

RELATED ARTICLES

Most Popular