મોરબીના વીસીપરા વિસ્તારમાં સેન્ટમેરી ફાટક પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો મળી આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબી નવલખી રોડ સેન્ટમેરી ફાટક પાસે રહેતા આરોપી રોહીત મુન્નાભાઈ સરવૈયા એ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 112 બોટલની કિં.રૂ.39,800 અને 5 બીયરના ટીન કિં.રૂ.1150 મળી કુલ રૂ.40,950 નો મુદામાલ સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




