HomeGujaratમોરબીના જેપુર ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી દારૂની 82 બોટલ અને બિયરના 33...

મોરબીના જેપુર ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી દારૂની 82 બોટલ અને બિયરના 33 ટીન મળી આવ્યા

મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂ બીયર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં. રૂ.1,47,040 નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂની 82 બોટલ તથા બીયરના 33 ટીન મળી કુલ કિં.રૂ.1,42,040 તથા મોબાઈલ સહિત રૂ.1,47,040 નો મુદ્દામાલ તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે રેઇડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા ફરાર દર્શાવી આરોપી રોહીતભાઈ મુન્નાભાઈ કોળી રહે. સેન્ટ મેરી સ્કૂલ પાસે લાયનગર મોરબી તથા તપાસમાં ખુલે તે વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular