Tuesday, May 5, 2026
HomeGujaratઆયુષ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં વૃદ્ધની કીડનીની સફળ સર્જરી

આયુષ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં વૃદ્ધની કીડનીની સફળ સર્જરી

Advertisement
Advertisement

આયુષ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં 70 વર્ષીય વૃદ્ધની પથરીની સફળ સર્જરી કરવામાં આવી છે. આ દર્દીને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો જણાતા તેઓ આયુષ હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યા હતા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું હતું કે, દર્દીની જમણી કીડનીની નળીમાં પથરી ફસાયેલી હતી. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ નીચે ઉતરતો અટકી ગયો હતો અને કીડની ફૂલી ગઈ હતી. આગળ D.T.P.A. સ્કેન કરતા જણાયું હતું કે, દર્દીની જમણી કીડની કામ કરતી બંધ થઈ અને તેમાં રસી થઇ ગઈ હતી.

ત્યારબાદ ડૉ. કેયુર પટેલે દર્દીને ઓપેરેશન (Laproscopic Nephrectomy) કરવાનીની સલાહ આપી હતી અને દૂરબીનથી જમણી કીડની કાઢવાનું (Laproscopic Nephrectomy) જટિલ ઓપરેશન કરવામાં આવ્યુ. સારી વાત તો એ હતી કે, ઓપરેશનના બીજા જ દિવસે દર્દીને કોઈ પ્રકારનો દુખાવો નહોતો. જેથી ચાલવાની અને જમવાની પણ છૂટ આપવામાં આવી અને ત્રીજા જ દીવસે દર્દીને હસતા મોઢે હોસ્પીટલમાંથી રજા કરવામાં આવી હતી. આ જટિલ ઓપરેશનની સફળતા બાદ દર્દી અને તેના પરિવારે ડોક્ટર અને આયુષ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular