મોરબીના વાવડી રોડ પર આવેલા રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટની સામેથી વેપારી યવકની સ્વીફ્ટ કાર એક શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના વાવડી રોડ પર આવેલા રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.301 મા રહેતા કરણભાઈ અનિલભાઈ બારડ (ઉ.વ.26) એ આરોપી કબીર મલાણી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીની રૂ.4.50 લાખની કિંમતની સ્વીફ્ટ કાર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




