HomeGujaratમોરબીની આયુષ હોસ્પિટલમાં એકમાત્ર પ્લાસ્ટિક સર્જન દ્વારા 13 વર્ષના બાળકની સફળ પ્લાસ્ટિક...

મોરબીની આયુષ હોસ્પિટલમાં એકમાત્ર પ્લાસ્ટિક સર્જન દ્વારા 13 વર્ષના બાળકની સફળ પ્લાસ્ટિક સર્જરી કરાઈ 

મોરબીમાં એક ગંભીર કેસ સામે આવ્યો છે. માત્ર 13 વર્ષના બાળકને ખેતરમાં રોટાવિટર મશીનમાં પગ ફસાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સમયે આયુષ હોસ્પિટલના સર્જન દ્વારા પ્લાસ્ટિક સર્જરી કરીને જે કામગીરી કરવામાં આવી છે તે ખરેખર કાબિલેદાદ છે.

13 વર્ષના બાળકનો પગ રોટાવિટર મશીનમાં ફસાઈ જતા કચડાઈ ગયો હતો. પગના ઘણા સ્નાયુઓ કચડાઈ ગયા હતા અને ઘણા બધા ફ્રેક્ચર પણ થયા હતા. આવી ગંભીર સ્થિતિમાં ઘણી વાર પગ કાપવાની જરૂર પડતી હોય છે. ત્યારે દર્દીને આયુષ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લાવવામાં આવ્યું હતું. આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન ડૉ. આશિષ હડિયલ દ્વારા ઈમરજન્સીમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. સફળ સર્જરી દ્વારા બાળકના પગને બચાવવામાં આવ્યો હતો. બાળક અત્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પગ એકદમ બરાબર છે. વ્યવસ્થિત ચાલી શકે છે તેમજ દોડી પણ શકે છે. આટલી ગંભીર ઇજામાં બાળકનો પગ બચાવવા માટે દર્દીના પરિવારે ડોક્ટરનો તહે દિલથી આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મોરબી શહેરમાં ડૉ. આશિષ હડિયલ ફકત એક જ પ્લાસ્ટિક સર્જન છે અને ગંભીર ઈજાઓ ઠીક કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.

RELATED ARTICLES

Most Popular