ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા શાંતાબેન શિવાભાઈ છીપરિયા (ઉં. 80) ગત તા. 21ના રોજ પોતાના ઘરે ચુલ્લે ચા બનાવી રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ચા બનાવતી વેળાએ તેમની સાડીનો છેડો આગને અડી જતાં આગ લાગી હતી. આગની ઝપેટમાં આવતાં શાંતાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન નીપજ્યું હતું.
ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે.

