મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર રફાળેશ્વર નજીક ખોડિયાર માતાજીના મંદિર પાસે એક અકસ્માતમાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. જીજે-36-એન-8485 નંબરના બાઈક પર જઈ રહેલા મનોજ ઉર્ફે બાબો ગિરધરભાઈ વાઘેલા (ઉં. 20)ને જીજે-39-ટીએ-1149 નંબરના ટ્રક કન્ટેનરે હડફેટે લીધો હતો. આ ઘટનામાં બાઇક સવારને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.




