HomeGujaratમોરબી પંથકમાં તીનપતિ અને વરલી મટકાના જુગારીઓ પર પોલીસની કડક કાર્યવાહી

મોરબી પંથકમાં તીનપતિ અને વરલી મટકાના જુગારીઓ પર પોલીસની કડક કાર્યવાહી

મોરબી સીટી બી ડિવિઝન વિસ્તાર અને તાલુકા પોલીસ વિસ્તારમાં જુગારના ધંધા સામે એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી હતી. તીનપતિ અને વરલી મટકાના જુગારીઓ પર અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડીને કુલ ચાર શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા પરશુરામ પોટરી પાછળ અવાવરું જગ્યાએ તીનપતિનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબીએ દરોડો પાડી આરોપી જયદીપ બેચરભાઈ ચાઉ અને કરણ ઉર્ફે ગટીયો ખેંગારભાઈ મકવાણાને ઝડપી પાડી રોકડા રૂપિયા 16,100 કબ્જે કર્યા હતા. આ સાથે જ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા દરોડામાં તાલુકા પોલીસે ભડિયાદ ગામે રામપીરના ઢોરા પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી કુલદીપસિંહ ધવલસિંહ ખીચી (રહે. રણછોડનગર, મોરબી) ને રોકડા રૂપિયા 540 સાથે ઝડપી લીધો હતો.

ત્રીજા દરોડામાં રંગપર ગામના સ્મશાન પાસે વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી વિશાલ રાજેશભાઈ સુરેલા (રહે. ત્રાજપર, મોરબી)ને રોકડા રૂપિયા 480 સાથે ઝડપી લઈને જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

RELATED ARTICLES

Most Popular