Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીમાં ગઠિયાઓએ ફેક APK ફાઇલ દ્વારા મોબાઈલ હેક કરી 24 લાખ ખંખેર્યા

મોરબીમાં ગઠિયાઓએ ફેક APK ફાઇલ દ્વારા મોબાઈલ હેક કરી 24 લાખ ખંખેર્યા

Advertisement
Advertisement

મોરબીમાં અવાર નવાર છેતરપિંડીના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે વધુ એક ઓનલાઈન સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે. વ્હોટસએપમાં RTO CHALLAN.Apk નામની ફેક એપ્લીકેશન મોકલી બેંક એકાઉન્ટ હેક કરી બેંક એકાઉન્ટમાંથી રૂ.૨૪,૩૪,૭૦૯ ટ્રાન્સફર કરીને છેતરપીંડી કરતા આરોપીઓને રાજસ્થાન રાજ્યના જયપુર ખાતેથી મોરબી સાયબર ક્રાઈમ પોલીસે પકડી પાડ્યા હતા.

આરોપીએ તા.૧૩/૦૬/૨૦૨૫ ના રોજ ફરીયાદી કાજલબેન સવજીભાઇ ગામીના વ્હોટસઅપ ઉપર RTO CHALLAN.Apk નામની એપ્લીકેશન મોકલી હતી અને તેનાથી મોબાઈલ હેક કરીને ઓટીપી મેળવી લીધો હતો. ત્યારબાદ ફરીયાદીના બેંક એકાઉન્ટ હેક કરીને અલગ અલગ ટ્રાન્જેકશન કરીને કુલ રૂ.૨૪,૩૪,૭૦૯ ટ્રાન્સફર કરીને છેતરપીંડી આચરી હતી. આ બાબતે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તા.૨૧/૦૬/૨૦૨૫ ના રોજ ભારતીય ન્યાય સંહીતાની કલમ ૩૧૮(૪) તથા આઇ.ટી એકટ કલમ ૬૬(સી), (ડી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ ગુન્હાને ધ્યાને લઇને આરોપીને શોધી કાઢવા બાબતે અશોક કુમાર, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, મુકેશ પટેલ, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક અશ્વિન.બી.દલવાડી, એસ.સી.એસ.ટી સેલ મોરબીની સુચના કરતા જરૂરી માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવાની સુચના મુજબ એ.એસ.આઈ સંજયકુમાર પટેલ તથા રજનીકાંત કૈલા દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી આરોપીઓ અંગે ચોક્કસ બાતમી મેળવવામાં આવી હતી. ત્યારે, આરોપીઓ રાજસ્થાનના જયપુર ખાતે હોવાની જાણ થતા તેમને શોધી કાઢવા તાત્કાલિક ટીમ જયપુર ખાતે ગઈ હતી. આરોપી અજયસિંધ સ/ઓ પ્રેમસિંઘ ચૌહાણ (ઉ.૨૪) (રહે. ગણેશનગર, ૨-સી રામનગર, સોડાલા વિસ્તાર, જયપુર રાજસ્થાન) તથા તેજસિંઘ સ/ઓ રઘુવીસિંધ ગૌડ (ઉ.૨૪) જાતે-રાજપુત ધંધો- ઈવેન્ટ મેનેજર (રહે, ડી-૭, વેદ વિલ્લા કોલોની, સ્વેજ ફાર્મ, રામનગર સોડાલા વિસ્તાર, જયપુર, રાજસ્થાન) ને પકડી પાડી વધુ તપાસ તજવીજ હાથ ધરી હતી.

એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઈ સંજયકુમાર પટેલ તથા રજનીકાંત કૈલા તથા હે.કો મહીપાલસિંહ વાળા તથા સાયબર ક્રાઈમ પો.સ્ટે. મોરબીનો સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular