HomeMorbiટંકારા તાલુકામાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ઇકાઈની સત્તાવાર ઘોષણા

ટંકારા તાલુકામાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ઇકાઈની સત્તાવાર ઘોષણા

સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે કાર્યરત ભારતના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આજે ટંકારા તાલુકા ઇકાઈની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ મહાનુભાવોનું સ્વાગત તથા પરિચય આપવામાં આવ્યો હતો. નવી ટીમમાં પ્રમુખ તરીકે રાજેશભાઈ સવસાણી, મંત્રી તરીકે દિનેશભાઈ સંઘાત, ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ સંઘાણી અને સહમંત્રી તરીકે હર્ષદભાઈ કાનાણીની નિમણૂક જાહેર કરવામાં આવી હતી.

ટંકારા તાલુકામાં હાલ ૩૦૦થી વધુ નાના–મોટા ઉદ્યોગો કાર્યરત છે. આ ઉદ્યોગોના પ્રશ્નોના ઉકેલ તથા સરકારની યોજનાઓ અને ઉદ્યોગનીતિનો લાભ વધુમાં વધુ ઉદ્યોગોને મળે તે દિશામાં આ ઇકાઈ કાર્ય કરશે.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી હંસરાજભાઈ ગજેરા, અખિલ ભારતીય કાર્યકારિણી સમિતિના સભ્ય ભીમજીભાઈ ભાલોડિયા, સૌરાષ્ટ્ર સંભાગ મહામંત્રી જયભાઈ માવાણી, મોરબી જિલ્લા પ્રમુખ દિનેશભાઈ હરિપરા અને મહામંત્રી ઉત્તમભાઈ ત્રાસડીયા ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ મહામંત્રી હંસરાજભાઈ ગજેરાએ સંસ્થાનો પરિચય કરાવ્યો હતો. જ્યારે પ્રદેશ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, “લઘુ ઉદ્યોગ ભારતી હંમેશાં ઉદ્યોગ હિતના રક્ષણ માટે અગ્રેસર રહી કાર્યરત રહે છે. નવી ટીમે પણ ટંકારાના ઉદ્યોગોને વધુમાં વધુ ફાયદો થાય તે દિશામાં કાર્ય કરવું જોઈએ.”

નવ નિયુક્ત હોદેદારોની જાહેરાત જિલ્લા પ્રમુખ દિનેશભાઈ હરિપરાએ કરી હતી અને જિલ્લા મહામંત્રી ઉત્તમભાઈ ત્રાસડીયાએ સૌને સંસ્થાની કાર્યપદ્ધતિની જાણકારી આપી હતી. અંતે ટંકારા તાલુકાના નવા પ્રમુખ રાજેશભાઈ સવસાણીએ આભારીવિધિ વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Most Popular