HomeGujaratતેરા તુજકો અર્પણ અને CEIR પોર્ટલ મારફતે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની સરાહનીય...

તેરા તુજકો અર્પણ અને CEIR પોર્ટલ મારફતે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી

પ્રજા કલ્યાણ અને પ્રજા ઉપયોગી કામગીરી અંતર્ગત મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે. તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અને “CEIR” પોર્ટલના ઉપયોગથી મોરબીમાંથી ખોવાયેલા મોબાઇલ, સોનાની ચેઇન તેમજ બાઈક મળી કુલ રૂ.૬,૯૯,૦૦૮ નો મુદામાલ અરજદારોને પરત અપાયો છે.

મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષકે રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ તથા પો.સબ.ઇન્સ. જે.સી. ગોહિલના સુપરવિઝન હેઠળ આ કામગીરી હાથ ધરાઈ હતી.

સીટી એ-ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફે CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનિટરીંગ સાથે ટેકનિકલ વર્કઆઉટ હાથ ધર્યો. અનાર્મ પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા આર્મ પો.કોન્સ. રવીભાઈ પટેલે સતત જહેમત ઉઠાવીને રૂ.૪,૫૪,૯૦૮ કિંમતના ૨૩ મોબાઇલ, ચીલઝડપમાં ચોરાયેલ રૂ.૧,૦૫,૦૦૦ કિંમતનો સોનાનો ચેઇન, તેમજ એક અરજદારનો ખોવાયેલો રૂ.૧,૦૦,૦૦૦ નો ચેઇન અને રૂ.૪૦,૦૦૦ કિંમતની સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી કુલ રૂ.૬,૯૯,૦૦૮ નો મુદામાલ શોધી મુળ માલિકોને પરત આપ્યો હતો.

આ કામગીરીથી “પોલીસ પ્રજાની મિત્ર છે” તે સૂત્રને મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ફરી એકવાર સાર્થક કર્યું છે. આ કાર્યમાં આર.એસ. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન, પો.સબ.ઇન્સ. જે.સી. ગોહિલ, એ.એસ.આઈ. સવજીભાઈ દાફડા, એ.એસ.આઈ. કિશોરભાઈ મિયાત્રા, વિજયદાન ગઢવી, હિતેષભાઈ ચાવડા, હેડકોન્સ્ટેબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, પો.કોન્સ., સિદ્ધરાજસિંહ જાડેજા, પો.કોન્સ., રવીભાઈ ચૌધરી, પો.કોન્સ., અશ્વીનસિંહ સુર, પો.કોન્સ. સહિતના લોકો જોડાયેલા હતા.

RELATED ARTICLES

Most Popular