Tuesday, May 5, 2026
HomeGujaratમોરબી LCBની સફળ કામગીરી : ૨ વર્ષથી નાસતો ફરતો છેતરપીંડીનો આરોપી દબોચાયો

મોરબી LCBની સફળ કામગીરી : ૨ વર્ષથી નાસતો ફરતો છેતરપીંડીનો આરોપી દબોચાયો

Advertisement
Advertisement

મોરબી જિલ્લા પોલીસની એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને મોટી સફળતા મળી છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબીમાંથી પકડી પાડવામાં આવ્યો છે.

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર (IPS) તથા મોરબી જિલ્લા પોલીસ અધીક્ષક મુકેશ પટેલ (IPS)ના માર્ગદર્શન હેઠળ મોરબીમાં નાસતા ફરતા આરોપીઓની શોધખોળ અભિયાન શરૂ કરાયું હતું. આ અભિયાન દરમિયાન એલ.સી.બી મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પંડયા તથા પો.સબ.ઇન્સ. બી.ડી. ભટ્ટ, પો.સબ.ઇન્સ. જે.પી. કણસાગરા તથા સ્ટાફના સભ્યો દ્વારા માહિતી મેળવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા.

તે દરમિયાન મોરબી એલ.સી.બીના એચ.સી. જયેશભાઇ વાઘેલા, પો.કો. બૃજેશભાઇ કાસુંદ્રા અને આશીફભાઇ ચાણકિયાને ખાનગી માહિતી મળી કે, ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 0005/2023 હેઠળ આઈપીસીની કલમ 406, 419, 420 તથા IT Act કલમ 66(ડી) મુજબ નોંધાયેલા ગુન્હામાં સંડોવાયેલ આરોપી નાસીરઅલી અમીરઅલી ધારાણી (ઉ.35) મોરબી શહેરના દાઉદી પ્લોટ વિસ્તારમાં પોતાના નિવાસ સ્થાને છુપાયેલો છે.

મળેલી ચોક્કસ અને ભરોસાપાત્ર માહિતીના આધારે એલ.સી.બીની ટીમે તાત્કાલિક રેડ કરતાં આરોપી પુજન હાઇટ્સ, દાઉદી પ્લોટ, મોરબી ખાતે પકડાયો. ત્યારબાદ તેને કાયદેસરની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરી ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ રીતે ભાવનગર સાયબર ક્રાઇમના છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને દબોચવામાં મોરબી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને મોટી સફળતા મળી છે.

આ કામગીરીમાં એમ.પી. પંડયા, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી., બી.ડી. ભટ્ટ, પો.સબ.ઇન્સ., એલ.સી.બી., જે.પી. કણસાગરા, પો.સબ.ઇન્સ., પેરોલ ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ જોડાયેલો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular