HomeGujaratમોરબી સીટી બી ડિવિઝન પોલીસે ખોવાયેલા ૧૭ મોબાઇલ માલિકોને પરત આપ્યા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ખોવાયેલા ૧૭ મોબાઇલ માલિકોને પરત આપ્યા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત તથા “CEIR” પોર્ટલના સક્રિય ઉપયોગથી ખોવાયેલા અને ચોરાયેલા મોબાઇલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી છે.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, અરજદારોના ખોવાયેલા ૧૭ જેટલા મોબાઇલ ફોન શોધી કાઢી એક સાથે માલિકોને પરત અપાયા છે. આ મોબાઇલની કુલ કિંમત આશરે રૂપિયા ૩,૦૪,૦૦૦ જેટલી થાય છે.

સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ અને ટેક્નિકલ વર્કઆઉટ કરવામાં આવ્યો હતો. તેના પરિણામે મોબાઇલ મળી આવ્યા અને અરજદારોને સુરક્ષિત રીતે પરત કરાયા હતા.

આ કામગીરીથી મોરબી પોલીસે ‘પોલીસ પ્રજાની મિત્ર’ એ સુત્રને સાચું ઠરાવ્યું છે અને સુરક્ષા સાથે સેવા આપવાનું પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

RELATED ARTICLES

Most Popular