મોરબીના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ સામે આવેલી ન્યુ હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં દરરોજ પરંપરાગત રાસો રજૂ કરી ભક્તિમય માહોલ સર્જાતો હોય છે. બહેનો, દીકરીઓ અને મહિલાઓ માતાજીની ભક્તિમાં ગરબે ઝૂમી રહી છે.
આ ગરબીમાં રજૂ થતો અંગારા રાસ વિશેષ પ્રચલિત છે, જેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો ઉમટી પડતા હોય છે. તે અનુસંધાને આજે રાત્રે ન્યુ હાઉસિંગ બોર્ડની ગરબીમાં પ્રખ્યાત અંગારા રાસનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે બાળાઓ દ્વારા અંગારા રાસની ભવ્ય પ્રસ્તુતિ કરીને માં જગદંબાની સ્તુતિ કરવામાં આવશે. ધાર્મિક અને સાંસ્કૃતિક આ રસપ્રદ દ્રશ્ય નિહાળવા આયોજકો તરફથી તમામ ધર્મપ્રેમી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.




