Tuesday, May 5, 2026
HomeGujaratસંકલ્પ નવરાત્રી મહોત્સવના ફાઇનલમાં આકર્ષક ઇનામો મચાવશે ધૂમ

સંકલ્પ નવરાત્રી મહોત્સવના ફાઇનલમાં આકર્ષક ઇનામો મચાવશે ધૂમ

Advertisement
Advertisement

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે આયોજીત સંકલ્પ નવરાત્રી મહોત્સવ ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રવાપર–ઘુનડા રોડ પર આવેલ પ્લેટિનિયમ પાર્ટી પ્લોટ ખાતે ચાલી રહેલા આ મહોત્સવમાં દરરોજ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમી રહ્યા છે. બહેનો માટે નિઃશુલ્ક એન્ટ્રી તેમજ રાત્રીના મોડેથી મંડળી ગરબા રમાડાતા હોવાને કારણે ખેલૈયાઓમાં ખાસ લોકપ્રિયતા મળી રહી છે.

આ મહોત્સવ દરમિયાન સામાજિક ક્ષેત્રના મહાનુભાવોનું સન્માન કરવામાં આવે છે તેમજ વિશેષ મહેમાનોને આમંત્રિત કરી ગરબે રમાડવામાં આવે છે. યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, “દરેક વર્ગના લોકો ખૂબ ઉત્સાહ અને શ્રદ્ધાથી માતાજીની આરાધના કરી રહ્યા છે. મહોત્સવના અંતિમ દિવસે ખેલૈયાઓને ઇનામોની વણઝાર મળશે.”

ફાઇનલમાં પ્રિન્સ અને પ્રિન્સેસને ઇ-બાઇક, જ્યારે લિટલ પ્રિન્સ અને પ્રિન્સેસને બાયસિકલ સહિતના અનેક આકર્ષક ઇનામો આપવામાં આવશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular