Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીમાં આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ લીધી મુંદ્રામાં અદાણી ગ્રુપની ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ

મોરબીમાં આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ લીધી મુંદ્રામાં અદાણી ગ્રુપની ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ

Advertisement
Advertisement

આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓએ તાજેતરમાં મુંદ્રામાં અદાણી ફાઉન્ડેશનની “ઉડાન – ગેટ ઇન્સ્પાયર્ડ” પહેલ હેઠળ ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ કર્યું. આ પ્રવાસનો હેતુ વિદ્યાર્થીઓને ભારતના ઔદ્યોગિક વિકાસ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પરિચિત કરાવવાનો હતો. વિદ્યાર્થીઓએ અદાણી ગ્રુપના વિવિધ પ્રતિષ્ઠિત એકમોની મુલાકાત લીધી હતી.

કોલેજ દ્વારા જણાવાયું હતું કે, આ વિઝિટ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ, ટેકનોલોજી, લોજિસ્ટિક્સ, મેન્યુફેક્ચરિંગ અને સસ્ટેનેબિલિટી જેવા ક્ષેત્રોમાં વાસ્તવિક જ્ઞાન પ્રદાન કરશે અને ભવિષ્ય માટે પ્રેરણા આપશે.

કોલેજના સંચાલનનું કહેવું છે કે, ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ્સ અનુભવ આધારિત શિક્ષણનો અવિભાજ્ય ભાગ છે. આવી મુલાકાતો વિદ્યાર્થીઓને મોટી કંપનીઓના કાર્યપદ્ધતિ અને મેનેજમેન્ટ વિશે જ્ઞાન આપે છે, જે તેમને નેતૃત્વ માટે તૈયાર કરે છે. આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટ હંમેશા નવા પ્રયોગો, સ્કિલ ડેવલપમેન્ટ અને ઉદ્યોગો સાથેના ઈન્ટરઍક્શન પર ભાર મૂકે છે, અને મુંદ્રાની આ વિઝિટ તેના મિશનનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular