HomeGujaratમોરબીની નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન અને જિલ્લા કોર્ટની મુલાકાત લીધી

મોરબીની નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન અને જિલ્લા કોર્ટની મુલાકાત લીધી

મોરબીની જાણીતી નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ કાનૂની જ્ઞાનમાં વધારો કરવા માટે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન અને જિલ્લા ન્યાયાલયની શૈક્ષણિક મુલાકાત લીધી હતી.

વિદ્યાર્થીઓએ પ્રથમ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી, જ્યાં અધિકારીઓએ તેમને ગુનાઓની તપાસ, વિભાગોની કામગીરી તથા કાયદાની અમલવારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. બાદમાં વિદ્યાર્થીઓ જિલ્લા કોર્ટ પહોંચ્યા, જ્યાં ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફે કાનૂની કાર્યવાહી અને ન્યાયિક વ્યવસ્થાની પ્રક્રીયા અંગે સમજાવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાસર અને મેનેજિંગ ટ્રસ્ટી બળદેવ સરસાવડીયા ના માર્ગદર્શન હેઠળ, કોલેજની પ્રોફેસર ડિમ્પલ મેમ અને ધ્વનિ મેમના સહકારથી કરાયું હતું. વિદ્યાર્થીઓએ આ અનુભવને અત્યંત ઉપયોગી ગણાવ્યો અને ભવિષ્યમાં આવી શૈક્ષણિક મુલાકાતો વારંવાર યોજાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Most Popular