Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલને રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં પ્રથમ સ્થાન

મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલને રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં પ્રથમ સ્થાન

Advertisement
Advertisement

ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા જામનગર ખાતે પ્રાંત કક્ષાની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ શાળાઓમાંથી 14 ટીમોએ ભાગ લીધો હતો.

મોરબી શાખાની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલને પ્રથમ ક્રમ મેળવવાનો ગૌરવ મળ્યો છે. આ જીત મોરબી માટે ગર્વની બાબત છે. પ્રસંગે મોરબી શાખાના પ્રાંત સમૂહગાન સહસયોજક વિશાલભાઈ બરાસરા, પ્રમુખ હિંમતભાઈ મારવણીયા, અને ખજાનચી હિરેનભાઈ ધોરિયાણી ઉપસ્થિત રહ્યા અને વિજેતા ટીમને શુભકામનાઓ પાઠવી.

આ સિદ્ધિ સાથે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે મોરબી શાખાનું નામ ગૌરવપૂર્વક પ્રગટાવ્યું છે અને હવે આ ટીમ આગામી ક્ષેત્રીય કક્ષામાં મોરબી શાખાનું પ્રતિનિધિત્વ કરશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular