Wednesday, May 6, 2026
HomeGujarat"સ્વસ્થ નારી સશક્ત પરીવાર" અભિયાન અંતર્ગત મોરબી સબ જેલમાં મેડીકલ કેમ્પ

“સ્વસ્થ નારી સશક્ત પરીવાર” અભિયાન અંતર્ગત મોરબી સબ જેલમાં મેડીકલ કેમ્પ

Advertisement
Advertisement

મોરબીમાં માનનીય પ્રધાનમંત્રીની 75મી વર્ષગાંઠ નિમિત્તે “સ્વસ્થ નારી સશક્ત પરીવાર” અભિયાન અંતર્ગત રાજ્યની તમામ જેલોમાં મફત આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. પોલીસ મહાનિદેશક (જેલ) ડૉ. કે. એલ. એન. રાવ તથા પોલીસ મહાનિરીક્ષક અશ્વિન ચૌહાણના માર્ગદર્શન હેઠળ મોરબી સબ જેલ ખાતે પણ આજે તા. 30 ના રોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલ મોરબીના તજજ્ઞ ડૉક્ટરશ્રીઓએ કેદી તથા જેલ સ્ટાફની સઘન આરોગ્ય ચકાસણી કરી જરૂરી સારવાર તથા દવાઓ પુરી પાડી હતી. કુલ 109 અધિકારી/કર્મચારીઓ તેમજ કેદીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.

કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો. જેલ અધિક્ષક એચ.એ. બાબરીયાએ તજજ્ઞ ડૉક્ટરોને પુષ્પ અર્પણ કરી તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular