Wednesday, May 6, 2026
HomeGujaratમાળીયા (મી.) પોલીસે હાઇવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી, એક આરોપી...

માળીયા (મી.) પોલીસે હાઇવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી, એક આરોપી પકડાયો – રૂ. 6.12 લાખનો મુદામાલ કબજે

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગેરકાયદેસર દારૂના પ્રવાહને રોકવા માટે પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, પોલીસ અધિક્ષક મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ માળીયા (મી.) પોલીસ દ્વારા સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, કચ્છ તરફથી હ્યુન્ડાઈ કંપનીની i20 કાર (રજી. નં. GJ-03-NB-3848)માં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી રાજકોટ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. તે આધારે માળીયા મીંયાણા પોલીસ શહેનશાહવલીના પાટિયા પાસે કચ્છ-મોરબી હાઇવે પર વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન શંકાસ્પદ કાર રોકતા તેની તપાસમાં કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL) ની ૨૩૪ બોટલ, કિંમત રૂ. ૩,૦૪,૨૦૦ મળી આવી. સાથે કાર, મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૬,૧૨,૨૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીમાં સુનીલભાઇ ઉર્ફે ચુકો હકાભાઇ સાકરીયા

(ઉંમર 29 વર્ષ, જાતિ કોળી, ધંધો – ડ્રાઇવિંગ, રહેવાસી રાજકોટ, 150 ફુટ રીંગ રોડ બાલાજી હોલ પાછળ સાગર ચોક ખાતે આર.એમ.સી. ક્વાર્ટર નં. 1222, બ્લોક નં. 01)નો સમાવેશ થાય છે. દારૂનો જથ્થો સાધુરામ ( રહે. ભચાઉ, કચ્છ )દ્વારા મોકલાયેલ હોવાનું સામે આવ્યું છે જેની અટકાયત બાકી છે.

કબજે કરાયેલ મુદામાલમાં રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વિસ્કીની ૭૫૦ મી.લી.ની સીલ પેક કાચની બોટલ – ૨૩૪ નંગ (રૂ. ૩,૦૪,૨૦૦) હ્યુન્ડાઈ i20 કાર (રજી. નં. GJ-03-NB-3848) – રૂ. ૩,૦૦,૦૦૦, સેમસંગ ગેલેક્સી A50 મોબાઇલ – રૂ. ૩,૦૦,૦૦૦, વિવો મોબાઇલ (મોડલ 116) – રૂ. ૫,૦૦૦ નો સમાવેશ થાય છે.

કાર્યવાહી કરનાર પોલીસ સ્ટાફમાં પોલીસ ઇન્સ્પેક્ટર, માળીયા (મી.) પોલીસ સ્ટેશન, સર્વેલન્સ સ્ટાફની ટીમનો સમાવેશ થાય છે. આ રીતે માળીયા (મી.) પોલીસએ ગેરકાયદેસર દારૂની હેરફેર પર અંકુશ મૂકી એક મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular