મોરબી ક્રાઈમ બ્રાંચે લૂંટ તથા વાહન ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોને ઝડપ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂ. ૯૩,૫૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં અલ્ટો કાર, ચોરી કરેલી બાઈક, બેટરીઓ, રોકડ રકમ તથા મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.
તા.૭ ઓગસ્ટ, ૨૦૨૫ ની રાત્રે તુલશીવન પેટ્રોલપંપ પાસે ટ્રક ડ્રાઈવરને માર મારી ટ્રકમાંથી બે બેટરી તથા રૂ. ૫,૦૦૦ રોકડ મળી કુલ રૂ. ૧૫,૦૦૦ ની લૂંટ કરવામાં આવી હતી. તેમજ તા. ૧૬ સપ્ટેમ્બર ના રોજ કાંતીનગર વિસ્તારમાંથી હીરો સ્પલેન્ડર પ્લસ (કિંમત રૂ. ૩૦,૦૦૦) ચોરી થઈ હતી.
પકડાયેલા આરોપીઓમાં અયુબભાઈ અકબરભાઈ મોવર (ઉ. 23, માળીયા મી.), ગુલામહુસેન ઉર્ફે ગુલ્લુ ઉમરભાઈ સમાણી (ઉ. 22, માળીયા મી.), ઇરફાનભાઈ ઇકબાલભાઈ સાંઘવાણી (ઉ. 19, માળીયા મી.) નો સમાવેશ થાય છે. કબજે કરાયેલ મુદામાલમાં અલ્ટો કાર (રૂ. ૫૦,૦૦૦), નવી હીરો સ્પલેન્ડર બાઈક (રૂ. ૩૦,૦૦૦), બેટરીઓ (રૂ. ૫,૦૦૦), રોકડ રૂ. ૩,૫૦૦, મોબાઇલ ફોન (રૂ. ૫,૦૦૦) નો સમાવેશ થાય છે.
પોલીસ દ્વારા લોકોને જણાવવામાં આવ્યું છે કે, રાત્રે વાહનો રોડ પર પાર્ક ન કરી સુરક્ષિત પાર્કિંગ સ્થળે રાખવા, તેમજ બાઈકને હેન્ડલ લોક કરીને રાખવા સૂચના આપવામાં આવી છે.
આ કાર્યવાહીમાં જોડાયેલા અધિકારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પાંડયા, પો.સબ.ઇન્સ્પેક્ટર બી.ડી. ભટ્ટ, પો.સ.ઇ. જે.પી. કણસાગરા તથા એલસીબી-પેરોલ ફલાઈંગ સ્ક્વોડની ટીમનો સમાવેશ થાય છે.




