HomeGujaratમોરબીમાં દેશી બંદૂક સાથે શખ્સની ધરપકડ

મોરબીમાં દેશી બંદૂક સાથે શખ્સની ધરપકડ

મોરબીમાં નવરાત્રી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી આધારે કંડલા બાયપાસ ફદાય પાર્ક વિસ્તારના એક મકાન પર રેઇડ કરવામાં આવી.

પોલીસે ત્યાંથી દેશી હાથ બનાવટની મગર બંદૂક (કિંમત રૂ. ૨,૦૦૦) કબજે કરી આરોપી રાઘુભાઈ અતુલભાઈ પબાણી (ઉ.વ. ૩૯, રહેવાસી મોરબી) ને ઝડપી પાડ્યો હતો.

આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ તથા તેમની ટીમે હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular