HomeGujaratમોરબી તાલુકા પોલીસે ટ્રેલરમાંથી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સોને ઝડપ્યા

મોરબી તાલુકા પોલીસે ટ્રેલરમાંથી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સોને ઝડપ્યા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જુના ઘુંટુ રોડ પર સેગો સિરામિક સામે એક ટ્રેલરમાંથી માટીની આડમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી બહાર આવી છે. પોલીસે છાપો મારી ટ્રેલર સાથે દારૂનો જથ્થો ઝડપી બે આરોપીઓને કાબુમાં લીધા હતા.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા પ્રોહિબીશન વિરોધી અભિયાન અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

પોલીસને બાતમી મળી હતી કે, જુના ઘુંટુ રોડ પર રાજસ્થાની ટ્રેલરમાં માટીની આડમાં દારૂની હેરાફેરી થતી હોય છે. તેના આધારે પોલીસે રજૂઆત RJ-૦૧-GE-૫૭૮૬ નંબરના ટ્રેલરની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટની રોયલ કલાસીક વ્હિસ્કી (ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી)ની કુલ ૫૭૬ પાઉચ, કિંમત રૂ. ૪૧,૪૭૨ મળી આવી હતી. સાથે સાથે એક ટાટા કંપનીનો ટ્રેલર (કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦) અને બે મોબાઇલ ફોન (કિંમત રૂ.૫૦,૦૦૦) મળી કુલ રૂ. ૧૦,૯૧,૪૭૨ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ ભોલસિંહ રાવત (ઉ. ૨૦, રહે. રાજસ્થાન) રાહુલભાઈ સૌકીનભાઈ કટત (ઉ.૧૯, રહે. રાજસ્થાન)નો સમાવેશ થાય છે.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. ચારેલ, પો.સ.ઇ. એસ.એચ. ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ એ.પી. જાડેજા, એમ.એ. પરમાર તથા સર્વેલન્સ સ્ટાફની ટીમ જોડાયેલી હતી. મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular