મોરબી જિલ્લામાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોવાનું ફરી એકવાર બહાર આવ્યું છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે વાવડી ચોકડી નજીકથી વિદેશી દારૂની ૭ બોટલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વાવડી ચોકડી પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં દેખાતા તેની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન થેલામાંથી કુલ ૦૭ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૪,૯૦૦ થાય છે.
આરોપીનું નામ મુકેશસિંહ નિમ્બસિંહ ચૌહાણ (ઉં. ૨૧, રહે. રાજસ્થાન) હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




