Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીમાં આઇ.જી.પી.ની અધ્યક્ષતામાં બેઠક, ઉદ્યોગકારો સાથે મુદ્દાસર ચર્ચા

મોરબીમાં આઇ.જી.પી.ની અધ્યક્ષતામાં બેઠક, ઉદ્યોગકારો સાથે મુદ્દાસર ચર્ચા

Advertisement
Advertisement

રાજકોટ રેન્જના આઇ.જી.પી. અશોક કુમાર (IPS) ની અધ્યક્ષતામાં મોરબી સ્થિત એસ.પી. કચેરી ખાતે આજે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સિરામિક એસોસિએશન સહિતના ઉદ્યોગકાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન ટ્રાફિકની સમસ્યા, સાયબર ક્રાઇમમાં ઘટાડો, કર્મચારીઓની સલામતી, તથા કાયદો-વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આઇ.જી.પી. સાહેબે ઉદ્યોગોમાં કાર્યરત કર્મચારીઓ માટે “હેલ્મેટ વગર એન્ટ્રી નહીં” નિયમ અમલમાં મુકવા પર ભાર મુક્યો હતો. તેમજ સાયબર ક્રાઇમની ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર તરત જ સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી હતી.

નંબર પ્લેટ વગરની તથા કાળા કાચવાળી ગાડીઓને તાત્કાલિક ડિટેઇન કરવાની ચેતવણી પણ સાહેબે ઉચ્ચારી હતી. મોરબી સિરામિક એસોસિએશને રેન્જ આઇ.જી. અશોક કુમાર તથા જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ સહિત ડીવાયએસપી ઝાલા અને સારડા સાહેબના સકારાત્મક અભિગમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular