Wednesday, May 6, 2026
HomeGujaratહળવદ પોલીસ સ્ટેશન દ્વારા 25 ખોવાયેલા મોબાઇલ મુળ માલિકોને પરત કરાયા

હળવદ પોલીસ સ્ટેશન દ્વારા 25 ખોવાયેલા મોબાઇલ મુળ માલિકોને પરત કરાયા

Advertisement
Advertisement

મોરબીના હળવદમાં હળવદ પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજે અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત CEIR એપ્લિકેશનનો અસરકારક ઉપયોગ કરી પોલીસ સ્ટેશન વિસ્તારના ખોવાયેલા કુલ 25 મોબાઇલ ફોન મળી આવ્યા છે, જેની કુલ કિંમત રૂ. 4,76,187/- થાય છે.

એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ તથા પોલીસ સ્ટાફ દ્વારા CEIR એપ્લિકેશનમાં ખોવાયેલા મોબાઇલની વિગત દાખલ કરી, રોજબરોજના અપડેટના આધારે ખોવાયેલા મોબાઇલ શોધી કાઢવામાં આવ્યા હતા.

હળવદ પોલીસ સ્ટેશન દ્વારા શોધી કાઢેલ મોબાઇલ અરજદારોને પરત આપતા પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્ર ફરી એકવાર સાબિત થયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular